કેશોદનાં અજાબ ગામે મગર આવી ચડતાં વન વિભાગે રેસ્ક્યૂ કરી પકડી પાડ્યો

456 views · 6y ago 🎲 Random

કેશોદ:કેશોદનાં અજાબ ગામના સોસાયટી વિસ્તારમાં અચાનક વન્ય પ્રાણી મગર ચડી આવતા ડરનો માહોલ જોવા મળ્યો હતો જોકે ગામલોકોએ વન વિભાગને જાણ કરતા વનકર્મીઓ ઘટના સ્થળે પહોચી ગયા હતાં અને રેસ્ક્યૂ કરી 5 વર્ષના મગરને પકડી લેવામાં આવ્યો હતો જેનો વીડિયો પણ સામે આવ્યોછે વનકર્મીઓને મગરને કયાં છોડવામાં આવશે તેવા સવાલ કરતાં તેમણે સાસણના જંગલ વિસ્તારના ડેમમાં છોડવા જણાવ્યું હતું અજાબ ગામ જંગલના છેવાડાનું ગામ હોય ત્યારે સમયાંતરે વન્ય પ્રાણીઓ અહીંયા ચડી આવતા હોય છે જ્યારે પાણીની અછત ઉભી થતાં વન્ય પ્રાણીઓ માનવ વસાહતમાં ભુલા પડતા હોય છે